सिर्फ भारत ही दे सकता है विश्व शांति
विश्व बंधुत्व भारत की ही देन
सनातनपुत्र देवीदास विपुल "खोजी"
सनातनपुत्र देवीदास विपुल "खोजी"
हिन्दी मे पढ़ने हेतु सिर्फ भारत ही दे सकता है विश्व शांति लिंक👈👈
सनातन ही सर्व श्रेष्ठ मार्ग है कुछ उत्तर👈👈
સનાતન ધર્મ કહે છે કે મનુષ્ય એક સરખી રીતે શ્વાસ લે છે, એક સરખી રીતે સુખ અને દુઃખની સંવેદનાઓ વ્યક્ત કરે છે, જેનાથી એ રાગ અને દ્વેષને જગાડીને સુખ તથા દુઃખની અનુભૂતિ કરે છે. તેમાં તે હિંદુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્તી છે કે પંચાનુગામિ છે એ બાબતથી કોઈ જ ફર્ક નથી પડતો. કારણ કે શ્વાસ અને માનવીય સંવેદનારો આ તમામ પ્રકારના સંપ્રદાયોથી પરે છે. કોઈ પણ શ્વાસ ન તો હિંદૂ છે, ન મુસ્લિમ છે, ન ઈસાઈ કે તેનો અન્ય કોઈ પંથ અથવા સંપ્રદાય સાથે પણ કોઈ જ સંબંધ નથી.
મનુષ્ય કોઈ પણ સંપ્રદાય સાથે સંબંધ ધરાવતો હોય પણ જાે તેનામાં વિકારો જાગશે તો તે દુઃખી થવાનો જ છે. કદરતના આ નિયમો તમામ મનુષ્યોને સમાન રીતે લાગુ પડે છે. એક સદ્દગૃહસ્થ જે રીતે પોતાની પત્ની અને સંતાનોને જાેડાયેલા રાખે છે એ જ રીતે પરિવારના અન્ય લોકો, કુટુંબના અન્ય લોકો, શરીરના સગાસબંધીઓ, બંધુ બાંધવો વગેરેને જાેડીને તેની સાથે પણ પોતાનો સ્નેહસંબંધ બનાવેલો રાખે છે. જાે વ્યક્તિ પોતે ધનવાન અને સુખીસપન્ન હોય તો તે પોતાનાથી આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવનારા કે નિર્ધન બાંધવો સાથે પણ એવો જ સ્નેહનો સંબંધ બનાવી રાખે તે આવશ્યક છે. તેમના પ્રત્યે પણ સહાનુભૂતિ અને સહયોગની ભાવના રાખે. કોઈ વ્યક્તિ નિર્ધન હોવામાત્રથી તેને ધુત્કારો નહીં, તેમનું સમ્માન કરો. સંકટમાં પડેલા બંધુબાંધવોની યથાશક્તિ મદદ પણ કરો. આ પ્રકારે તેમને સાથે જાેડી રાખવાનું કામ કરીએ.
સમય ક્યારેય એક સરખો રહેતો નથી. જ્યારે સમય પલટાય છે ત્યારે આ જ દુઃખીયારા બાંધવો સુખીસંપન્ન પણ બની શકે છે. સંકટના સમયમાં વ્યક્તિએ તેને જે મદદ કરી હતી તેને એ ક્યારેય નહીં ભૂલે. આ રીતે બાંધવોને જાેડી રાખવા ઉત્તમ અને મંગલ છે. ઊંચ અને નીચના ભેદભાવને ભૂલાવીને પોતાના તમામ દેશવાસીઓને પણ પોતાના જાતિબંધુ માનીએ અને બધાને જાેડી રાખવાનું કામ કરીએ.
એટલું જ નહીં પણ બંધુત્વની ભાવનાને વધારેને વધારે વિકસિત કરીને સમગ્ર વિશ્વની માનવસૃષ્ટિને વિશ્વબંધુત્વની ભવનાથી જાેડી રાખીને એ કાર્યમાં આપણે યથાશક્તિ સહાયભૂત થઈ શકીએ છીએ. આખરે મનુષ્ય તો મનુષ્ય છે. ભગવાન બુદ્ધએ મનુષ્યોની એક જ જાતિ માની હતી. આગળ જતા આપણે અહીં પણ એક પ્રસિદ્ધ સંતે આ જ વાતને દોહરાવતા કહ્યું છે કે 'માનુસ કી જાત સબ એક કર જાનિયે.' કોઈપણ રંગ-રુપ, કોઈપણ બોલી કે ભાષા,કોઈપણ વેશભૂષા, કોઈપણ વર્ણ કે ગોત્ર, કોઈ પણ દેશ કે પ્રદેશના વ્યક્તિ હોય પણ તે છે તો મનુષ્ય જ અને આપણે તમામ એક જ જાતિના પ્રાણીઓ છીએ. સમગ્ર મનુષ્ય જાતિને જાેડવામાં, સંગઠિત કરવામાં ખરેખર ઉત્તમ મંગલ જ સમાયેલું છે અને આ જ ભારતીય સંસ્કૃતિ છે.
ઉપનિષદનું વાક્ય છે ઃ 'સંગચ્છધ્વં સંવદધ્વં સંવો મનાસિ જાનતામ'. અર્થાત એક સાથે ચાલીએ, એક જેવું બોલીએ અને આપણાં સૌના મન એક જેવા બની જાય. આ ભાવના પ્રાચીનકાળથી ચાલી આવે છે એટલે જ અહીં રાજા અને રંક, ધનવાન અને સંત એક સાથે બેસીને ભોજન કરે છે. અહીંના તત્વચિંતકોએ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર માનવામાત્ર અથવા પ્રાણીમાત્રના કલ્યાણની કામના કરી છે.
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ
સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્વિદ દુઃખભાગ્ભવેત.
અર્થાત સંસારમાં સૌ સુખી રહે, સૌ ભદ્ર જૂએ અને સંસારમાં કોઈપણ દુઃખી ન હો. વસુંધૈવ કુટુંબકમ અ ેએક વ્યાપક માનમૂલ્ય છે. વ્યક્તિથી લઈને વિશ્વ સુધી એ ભાવના વ્યાપ્ત છે. વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, અર્નાષ્ટ્ર - સમગ્ર વિશ્વનો તેના પરિઘમાં સમાવેશ થઈ જાય છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘે મહાત્મા ગાંધીજીના આદર્શો અને વિચારોને વિશ્વ વ્યાપી માન્યતા આપી છે. વિશેષતઃ તેમણે અહિંસા પર ભાર મૂક્યો છે જે સનાતન, બૌદ્ધ કે જૈન કે જે ભારતીય સનાતનના ઘટકો જ છે તેની ભાવના છે. અહિંસાની નીતિ દ્વારા વિશ્વભરમાં શાંતિનો સંદેશ આપીને વિશ્વશાંતિને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીજીના યોગદાનને ધ્યાને લઈને જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે ર ઓક્ટોબરના દિવસને અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે વિશ્વભરમાં મનાવવાનો વર્ષ ર૦૦૭માં નિર્ણય લીધો હતો. સાંપ્રત વિશ્વ વ્યવસ્થામાં અહિંસાની આવશ્યક્તા અને સાર્થકતો માનીને સંયુક્ત રાષ્ટ્રસંઘ મહાસભામાં ભારત દ્વારા રાખવામાં આવેલા આ પ્રસ્તાવને મતદાન કર્યા વગર જ સર્વસંમતિથી પારિત કરવામાં આવ્યો હતો. મહાસભાના ૧૯૧ સદસ્ય દેશો સહિત કુલ ૧૪૦થી પણ વધું દેશોએ ભારતના આ પ્રસ્તાવને આવકાર્યો હતો. આ પ્રસ્તાવને મોટી સંખ્યામાં વિશ્વના દેશો દ્વારા સમર્થન મળ્યું તે દર્શાવે છે કે આજે પણ વિશ્વમાં ગાંધીજીના નીતિમૂલ્યો વિશ્વને આકર્ષે છે અને વિશ્વમાં આજે પણ તેમનું એટલું જ સમ્માન છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન અમેરિકામાં વસેલા ભારતીય સમુદાયના એક સમાચારપત્ર ઈન્ડિયા એબ્રોડમાં પ્રકાશિત એક લેખ અનુસાર નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા અને અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે મેં મારા પૂરા જીવનમાં મહાત્મા ગાંધીને એક એવા પ્રેરણા સ્ત્રોતના રુપમાં જાેયા છે કે જેમની પાસે સામાન્ય લોકો પાસેથી પણ અસાધારણ કામ કરાવવાની અદ્દભૂત નેતૃત્વ પ્રતિભા હતી. ઓગષ્ટ ર૦૧૦માં વોશિંગ્ટન યુવા આફ્રિકન નેતાઓની બેઠકને સંબોધિત કરતા બરાક ઓબામાએ મહાત્મા ગાંધીજીને પોતાના પ્રેરણા સ્ત્રોત બતાવીને સંબોધન કરતા કહ્યું કે મહાદ્વિપમાં જે બદલાવો આપ ઈચ્છો છો તેના માટે આપ મહાત્મા ગાંધીજીનું અનુસરણ કરો. ઓબામાએ કહ્યં કે, મહાત્મા ગાંધીજીએ કહેલું કે, આપ જે બદલાવ વિશ્વમાં જાેવા માગો છો તેની શરુઆત આપે પોતાનાથી કરવી જાેઈએ.
નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા અને ઈઝરાયલના રાષ્ટ્રપતિ શીમોન પરેજએ કહ્યું હતું કે, તેના દેશમાં મહાત્મા ગાંધીજીને પયગંબર માનવામાં આવે છે. તેમણે ભારતને સહનશિલતાનો આદર્શ બતાવ્યો. શ્રી પેરેજએ મહાત્મા ગાંધી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા એમ પણ કહ્યું કે, અહિંસા અને સહનશક્તિની તેમની શિક્ષાને સૌએ આચરણમાં મૂકવી જાેઈએ. વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંથી એક ભારતીય સંસ્કૃતિમાંથી લોકોએ સહ-અસ્તિત્વ શીખવાની જરુર છે. બુદ્ધિમતા ક્યારેય પણ જૂની થતી નથી. ભારતના રાષ્ટ્રીય આંદોલનનું નેતૃત્વ કરવાવાળા મહાત્મા ગાંધીજી તેમના માટે માત્ર એક પ્રેરણાદાયી જ નથી પણ એક પરિવર્તનકારી છે કે જેમણે અહિંસક સહ-અસ્તિત્વનો ક્રાંતિકારી વિચાર આપ્યો.
ઓક્ટોબર ર૦૦૯માં અમેરીકી કોંગ્રેસ દ્વારા પારીત એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના દૂરદર્શિ નેતૃત્વના કારણે જ અમેરિકા અને ભારત વચ્ચે મૈત્રી સંબંધો પ્રગાઢ બન્યાં છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના ડેમોક્રેટ સદસ્ય એની ફેલેમાવેગાએ ગાંધીજી વિશે એક પ્રસ્તાવ રાખ્યો જેને સર્વસંમતિથી પારિત કરતા કહેવામાં આવ્યું કે, ગાંધીજીના સિદ્ધાંત અને વિચાર સમગ્ર વિશ્વ માટે હંમેશા પ્રાસંગિક રહેશે. આ પ્રસ્તાવ મહાત્મા ગાંધીજીની ૧૪૦મી જયંતિના અવસર પર પારિત કરવામાં આવ્યો હતો. એવીએ કહ્યં કે, ગાંધીજીના મહાન કાર્યો વિશે પહેલા પણ ઘણું બધું કહેવાઈ ગયું છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત અને અમેરિકાની વચ્ચે આજે જે સંબંધો છે તે ગાંધીજી વગરના અમે જાેઈ શકતા નથી. એનીએ એમ પણ કહ્યું કે, એમની જિંદગી બંદુકની ગોળીથી સમાપ્ત થઈ ગઈ પણ તેમની વિરાસત ૧.પ અરબ લોકો પાસે છે, જે સ્વતંત્ર દેશોમાં રહી રહ્યાં છે. અમેરિકાનું નાગરિક અધિકાર આંદોલન પણ ગાંધીજીના વિચારોથી પ્રેરિત હોવાનું તેમણે કહ્યું હતું.
આજે આપણે જ્યારે મહાત્મા ગાંધીજીના જીવન અને તેમની શિક્ષાઓને યાદ કરીએ છીએ ત્યારે તેમના સત્યાનુસંધન અને વિશ્વવ્યાપી દૃષ્ટિકોણની પાછળ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના મૂળમંત્ર ઉદારચરિતાનામતુ વસુધૈવ કુટુંબકમ (અર્થાત પૃથ્વી એક દેશ છે અને આપણે સૌ તેના નાગરીકો છીએ)ને જાેઈ શકીએ છીએ. આ માનવીય મૂલ્યો દ્વારા જ સમગ્ર સંસાર એક નવીન વિશ્વ સભ્યતા તરફ આગળ વધી રહ્યો છે. ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિના આ મહાન આદર્શને સરળ શબ્દોમાં જય જગતના નારાને અપનાવવાની પ્રેરણા પોતાના પરમ શિષ્ય વિનોબા ભાવેને આપી હતી. તેમણે આ શબ્દનો વ્યાપક રીતે પ્રયોગ કરીને આમ લોકોમાં આ વિચારનો ફેલાવો કર્યો.
ગાંધીજી એક સાચા ઈશ્વર ભક્ત, સનાતન પ્રેમી અને ગીતાના મર્મજ્ઞ હતા. તે બધા જ ધર્મોની શિક્ષાઓનો એક સમાન રીતે આદર કરતા હતા. ગાંધીજીનું માનવું હતું કે બધા જ મહાન અવતર એક જ ઈશ્વરથી આવ્યાં છે, ધર્મ એક જ છે, માનવ જાતિ એક જ છે, આથી આપણે પ્રત્યેક ધર્મનો આદર કરવો જાેઈએ. બધા ધર્મો અને એ બધા ધર્મોના દૈવી શિક્ષકો એક જ પરમપિતા પરમાત્મા દ્વારા મોકલવામાં આવ્યાં હતાં. આપણે મંદિર, મસ્જિદ, ગિરિજાઘર, ગુરુદ્વારા કે કોઈપણ પૂજાસ્થળમાં પ્રાર્થના કરીએ તે એક જ ઈશ્વર સુધી પહોચે છે. ગાંધીજી નિરંતર તે યુગના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયાસ સત્યાનુસંધાન ્વારા કરતા રહ્યાં છે. ગાંધીજીએ તે યુગની પ્રાથમિક આવશ્યક્તાનારુપમાં ગુલામી પ્રથાને મિટાવી અને એ પછી તેમનું અનુસંધાન આ સમગ્ર સૃષ્ટિને સંગઠિત કરીને પ્રભુ સામ્રાજ્યને ધરતી પર સ્થાપિત કરવાનું મિશન હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માત્ર ભારતના સ્વધિનતા આંદોલલન પિતામહ જ નથી પણ તેમણે વિશ્વના કેટલાંએ દેશોને સ્વતંત્રતાની રાહ દેખાડી છે. મહાત્મા ગાંધી ઈચ્છતા હતા કે ભારત માત્ર એશિયા અને આફ્રીકા જ નહીં પણ સમગ્ર વિશ્વની મુક્તિનું નેતૃત્વ કરે. તેમનું કહેવું હતું કે, એક દિવસ એવો આવશે કે જ્યારે શંતિની ખોજમાં વિશ્વના બધા જ દેશો ભારત તરફ ખેંચાશે અને ભારત વિશ્વશાંતિ દ્વારા પ્રકાશ ધરશે. મારો પ્રબળ વિશ્વાસ છે કે ભારત જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરશે. આ પ્રકારે વિશ્વમાં એકતા અને શાંતિની સ્થાપના માટે પ્રયાસ કરીને આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિશ્વ બંધુત્વના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધીને તેમને સાચી શ્રદ્ધાંજલી આપી શકીએ છીએ.
ગાંધીજીએ આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યં? માત્ર સનાતનના અધ્યયનથી. ઉપનિષદ કહે છે કે એકત્રિત થઈને ચાલો, એકત્રિત થઈને બોલો અને સૌના મન એક સરખા થઈ જશે - આ ભાવના પ્રાચીનકાળથી જ ચાલી આવે છે.
આ મૂલ્યોને સાચા મનથી અપનાવ્યા વગર માનવતા અધૂરી છે. ધર્મ અને સંસ્કૃતિ અધૂરી છેં તથા રાષ્ટ્ર અને વિશ્વ પણ અધૂરા છે. આ મનુષ્યની, માનવ સમાજની, રાષ્ટ્રની અનિવાર્યતા છે. જાે આપણે વિશ્વને શ્રેષ્ઠ બનાવવા માગીએ છીએ તો વિશ્વબંધુત્વની ભાવનાને આત્મસાત કરવી પડશે.
વસુધૈવ કુટુંબકમના સૂત્ર દ્વારા ભારતીય મનષિઓએ જે ઉદાર માનવતાવાદનો સૂત્રપાત કર્યો તેમાં સાર્વભૌમિક કલ્યાણની ભાવના છે. આ દેશ અને કાળથી પર અવધારણા છે અને પારસ્પરિક સદ્દભાવ, વિશ્વાસ અને એકાત્મકતા પર આ ભાવના ટકેલી છે. સ્વ અને પર વચ્ચેની ખાઈ લાંઘીને આ ભાવના સ્વથી પર સુધી વિસ્તરીને અભેદની ભાવના સ્થાપિત કરે છે.
વસુંધૈવ કુટુંબકમની ભાવનાને રાષ્ટ્રવાદ વિરોધી માનવાની ભૂલ કરવામાં આવે છે. જે પ્રકારે ઉદાર માનવતાવાદનો રાષ્ટ્રવાદ સાથે કોઈ સંબંધ નથી તેમ તે પ્રકારે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો પણ રાષ્ટ્રવાદ સાથે કોઈ સંબંધ નથી. વસુધૈવ કુટુંબકમની અવધારણા શાશ્વત તો છે જ અને સાથે સાથે તે ઉદાર અને વ્યાપક નૈતિક માનવીય મૂલ્યો પર આધૃત છે. તેમાં કોઈપણ પ્રકારની સંકીર્ણતા માટે કોઈ જ અવકાશ નથી. સહિષ્ણુતા એ તેની અનિવાર્ય શરત છે.
નિશ્વિતરુપે આત્મ પ્રસાર, સ્વનો પર સુધી વિસ્તાર એ પોતાને અને વિશ્વને સુખી બનાવવાનું સાધન છે. વૈજ્ઞાનિક આવિષ્કારોના ફળસ્વરુપે સમય અને દૂરી ઓછી થઈ જવાના કારણે વસંુધૈવ કુટુંબકમની ભાવનાના પ્રસારની આવશ્યક્તા ઘણી જ વધી ગઈ છે. કોઈપણ દેશમાં ચાલતી નાની-મોટી હલચલનો પ્રભાવ આજકાલ સંસારના તમામ દેશો પર કોઈના કોઈ રીતે અવશ્ય પડે છે. ફળસ્વરુપે તમામ દેશો આજે એ અનુભવ કરવા લાગ્યાં છે કે પારસ્પરિક સહયોગ, સ્નેહ, સદ્ભાવ, સાંસ્કૃતિક આદાન-પ્રદાતન અને ભાઈચારા વગર તેમનું કામ ચાલવાનું નથી.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના, નિર્ગુટ શિખર સમ્મેલન, દક્ષેશ, જી-૧પ વગેરે વસંધૈવ કુટુંબકમના જ નામભેદ રુપાંતર છે. આ રાજનૈતીક સંગઠનોથી એ તો પ્રમાણિત થઈ જાય છે વિશ્વના મોટામાં મોટા અને નાનામાં નાના દેશો પારસ્પરિકતા અને સહઅસ્તિત્વની આવશ્યક્તાનો અનુભાવ કરે છે અને આ અવધારણાઓની વચ્ચે તેઓ વસુંધૈવ કુટુંબકમની ભવનાને જ અનુસરી રહ્યાં છે.
🙏🙏🙏🙏🙏
बहुत बहुत धन्यवाद। 🙏🙏
ReplyDeleteआज सनातन के संदेश को पूरी दुनिया को बताने की आवश्यकता है क्योंकि विश्व शांति केवल और केवल सनातन ही दे सकता है क्योंकि यह इसका मूल सिद्धांत है
ReplyDeleteआपका बहुत-बहुत धन्यवाद कि आपने गुजराती में इसको अनुवाद किया। वैसै आप बहुत सुन्दर काम कर रहे हैं क्योंकि आप सनातन की निरंतर सेवा में लगे रहते हैं।
ReplyDeleteसुंदर
ReplyDeleteअतिउत्तम
Thanks sir
ReplyDelete